[100+ New] શ્રદ્ધાંજલિ મેસેજ, સંદેશ અને શાયરી 2022 | Death Shradhanjali Message in Gujarati

જયારે આપડા કોઈ પ્રિયજન નું નિધન થાય છે ત્યારે શ્રદ્ધાંજલિ મેસેજ લખવો એ ક્યારેય સરળ નથી હોતું. કેમકે આવા કપરા સમયે શું કહેવું તે જાણવું મુશ્કેલ છે. કેટલીકવાર લેખિત શોક સંદેશ તમારી લાગણીઓને વધુ સારી રીતે વર્ણવે છે. એટલે આજે હું તમારા માટે 100+ Death Shradhanjali Message in Gujarati લઈને આવ્યો છું. મને આશા છે કે તમને આ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ અથવા Condolence Message in Gujarati પસંદ આવશે.
 


100+ શ્રદ્ધાંજલિ મેસેજ, સંદેશ અને શાયરી
100+ શ્રદ્ધાંજલિ મેસેજ, સંદેશ અને શાયરી

😇આર્ટિકલના ટોપિક અહીંયા છે.👇
{tocify} $title={Table of Contents}

શ્રદ્ધાંજલિ મેસેજ 

મિત્રો તમારી દિલગીરી વ્યક્ત કરવા માટે અહીં નીચે સુંદર શ્રદ્ધાંજલિ મેસેજ, Death Shradhanjali Message in Gujarati Text, શ્રદ્ધાંજલિ સંદેશ, Condolence Message in Gujarati, પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ મેસેજ, RIP Message in Gujarati,  Pratham Varshik Shradhanjali in Gujarati અને શ્રદ્ધાંજલિ શાયરી આપેલ છે. જે તમને  ભાવભીની શ્રદ્ધાંજલિ ના શબ્દો પાઠવવા માટે મદદરૂપ થશે.

Condolence Message in Gujarati

હૈ ઈશ્વર તારા ખજાનચી ને એવી તે શી ખોટ પડી કે, મારા પરમ મિત્ર ને અમારા થી દૂર છીનવી લીધો. 
💐ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે💐

જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા, એકલા ખૂણે રડી લઈશું જ્યારે આવશે યાદ.
ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી ઓચિંતી વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.
🙏પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના🙏

તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો.
🌹ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🌹

 

Shradhanjali Message in Gujarati
Shradhanjali Message in Gujarati

કુદરત નો કારમો પ્રહાર કે, પહાડ જેવા ભાઈ બંધ ખોવા પડે છે, કમનસીબી એવી કે, મનગમતા માણસ ને હવે ચિત્રમાં જોવા પડે છે, ભાઈબંધ ગુમાવ્યાની વ્યથા શબ્દોમાં સમાતી નથી, તેજસ્વી પુણ્યાત્મા ને ભગવાન સ્વામિનારાણ શાંતી આપે એવી પ્રાર્થના.💐


સ્નેહના સાગર સમા હર કોઈને પોતાના ગણી, પોતાના પ્રેમાળ હૈયાથી ઓળખનારા, મુખ પર મધુર સ્મીત, અંતરમાં ઉર્મિ, હૃદયથી ભોળા, સૌમ્ય સ્વભાવવાળા આપના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના.🙏 

ગુજરાતી શાયરી & સુવિચાર 2022 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here

Death Shradhanjali Message in Gujarati

સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,
વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી,
સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
🌹પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌹

 

તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હૃદયમાં,
તમારા કર્મોની સુવાસ જીવંત છે અમારા શ્વાસમાં, 
સદેહ તમે નથી એ સચ્ચાઇ છે, પણ અસ્તિત્વમાં 
તમે છો અને હંમેશા રહેશો, એ વિસ્વાસ છે. પ્રભુ 
તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.💐

તમારા માતા/પિતા એ મારામાટે બીજા મોટા માતા/પિતા સમાન હતા. 
મને હંમેશાં સારા સમય અને તેણે મને શીખવેલા પાઠ યાદ છે. 
આ મુશ્કેલ સમય માં ભગવાન તમને શક્તિ આપે.
🙏પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે🙏

Condolence Message in Gujarati
Condolence Message in Gujarati

કલ્પી ના શકાય તેવી આપની વિદાય અમારૂ 
કાળજું કંપાવી જાય છે, તે અણધારી વિદાય 
એવી લીધી કે અમારા કાળજે ઘા કરી ગઈ, 
પ્રભુ આપના દિવ્ય આત્માને પરમ 
શાંતિ અર્પે એજ પ્રાર્થના.🌹

 

પરિવાર જેમનું મંદિર હતું, સ્નેહ જેમની શક્તિ હતી, 
પરિશ્રમ જેમનું કર્તવ્ય હતું, પરમાર્થ જેમની ભક્તિ હતી, 
કર્મ સદા એવા કર્યા કે સોના હૃદયમાં ગુંજયા કરે, 
આપનો પ્રેમાળ સ્વભાવ અમારા માટે પ્રેરણાદાયક રહેશે. 
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...💐

આ પણ જુઓ:- 

Shradhanjali in Gujarati Words

હું મારા આંસુને રોકી શકતો નથી, 
તમે હંમેશા મારા હૃદયમાં રહેશો. 
🙏ભગવાન તમારી પવિત્ર આત્માને શાંતિ આપે🙏

હું જે અનુભવું છું, તે શબ્દો વર્ણવી શકાતા નથી. 
મારી પ્રાર્થના તમારા અને તમારા પરિવાર સાથે છે.
🌹 ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🌹

 

જીવનમાં બે વાતો કહેવી ખૂબ જ કઠિન છે, 
એક પ્રથમ વખત હેલો અને બીજું  છેલ્લી વખત અલવિદા.
💐 ૐ શાંતિ 💐
આ પણ જુઓ:-


death shradhanjali in gujarati
death shradhanjali in gujarati

કુદરતને શું કહીએ અમે, તમ વિના કેમ રહીએ અમ, 
તુટેલી નાવની જેમ જીવન સાગરમાં વહીએ અમે. 
પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...🙏

શબ્દો વર્ણન કરી શકાતા નથી કે હું તમારી ખોટ પર કેટલો  દિલગીર છું. 
ઈશ્વર ને મારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.🌹

મિત્રો તમારે હિન્દી ભાષામાં શ્રદ્ધાંજલિનાં મેસેજ જોતા હોય તો તમે અમારી આ Condolence Message in Hindi પોસ્ટ જોય શકો છો.

આ પણ જુઓ:- 

Death Shradhanjali SMS in Gujarati

જયારે આપણું કોઈ ધરતિથી વિદાય લે છે ત્યારે દુઃખ થાય છે, 
પરંતુ સત્ય એ છે કે આ શરીર નશ્વર છે.

આપણે પ્રાર્થના કરવી જોઈએ કે, 
જે પ્રિયજન આજે આપડી વચ્ચે નથી ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે.💐

બિછડા કુછ ઇસ અદા સે કી રુત હી બદલ ગઈ,
એક શખ્સ સારે શહેર કો વિરાન કર ગયા.
🙏 ૐ શાંતિ 🙏

મૃત્યુ સત્ય છે અને શરીર નશ્વર છે, 
એ જાણતા હોવા છતાં પણ આપણા પ્રિયંજનના જવાનું દુઃખ થાય છે.

આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે, 
🌹 સ્વર્ગસ્થ આત્માને શાંતિ અને મોક્ષ આપે. 🌹

શ્રદ્ધાંજલિ શાયરી
શ્રદ્ધાંજલિ શાયરી

હું આ સમાચારથી સ્તબ્ધ થઈ ગયો છું, તમારી ખોટ માટે  હું ખૂબ જ દિલગીર છું. 
ઈશ્વર તમારા પરિવારને આ કઠિન સમય માં હિમ્મત આપે.
💐ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે💐

 

હું તમને અને તમારા પરિવાર પ્રત્યેની દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરું છું. 
તમારી માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે.
🙏 ઓમ શાંતિ 🙏

RIP Message in Gujarati

આપની હયાતી અમારી પ્રેરણા હતી, 
આપના આદર્શ અમારા માર્ગદર્શક હતા, 
આપનો લાગણીશીલ સ્વભાવ, કુંટુંબભાવના, 
ઉચ્ચ વિચારો અમો જીવનભર ભૂલીશું નહી, 
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાથના.🌷

તમારી માતાના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું, 
મારી ગહન સહાનુભૂતિ તમને અને તમારા પરિવાર માટે છે.
💐ભગવાન તમારા માતાના દિવ્ય આત્માને શાંતિ આપે💐

મને તમારી બહેન/ભાઈને જાણવાનો મોકો મળ્યો તેનો મને આનંદ છે. તે/તેણી એક વિશેષ વ્યક્તિ હતી. 
🌹ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે🌹

RIP Message in Gujarati
RIP Message in Gujarati

તમારા ખોટના સમાચારથી મને ખૂબ દુખ થયું છે. હું પ્રાર્થના કરું છું કે,
ભગવાન તમારી આત્મા ને શાંતિ અને તમારા પરિવાર ને શક્તિ આપે.
🙏ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏

મારી પાસે તમારા માતા/પિતા ની બાળપણની અમૂલ્ય યાદો છે. હું જાણું છું કે તમે તેમને ખૂબ જ યાદ કરશો. 
💐પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે💐

આ પણ જુઓ:- Mother Quotes in Gujarati

વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ

સત્યના રાહ પર જીવન વિતાવ્યું આપે, પવિત્રતા સભર 
પુરૂષાર્થથી જીવન વિતાવ્યું આપે, સાદગી અને સેવા થકી 
જીવન સજાવ્યું આપે, સાર્થક કર્યુ માનવ જીવન, જીવી 
બતાવ્યું આપે. શ્રધ્ધાંજલી સાથે પ્રભુ આપના દિવ્ય 
આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના સહ...💐

રડી પડે છે આંખો અમારી જોઈને તસ્વીર તમારી, જીવન એવું 
જીવી ગયા કે મૃત્યુ પણ શરમાઈ ગયું, જીવન જીવ્યા ટુકું પરંતું 
શ્રેષ્ઠ જીવી ગચાં, સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં 
રાખી ગયા. પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.🌸

પરિવાર જેનું મંદિર હતું, 
સ્નેહ જેની શકિત હતી, 
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, 
પરમાર્થ જેની ભકિત હતી 
એવા આપના આત્માને ઇશ્વર 
શાંતિ અર્પે એજ પ્રાર્થના...🌷

શ્રદ્ધાંજલિ મેસેજ
શ્રદ્ધાંજલિ મેસેજ

પળે પળે યાદ આવશે અમને, 
સદાચ તમારી ખોટ રહેશે અમને.

દેહથી ભલે દુર થયા તમે, 
સદાય અમારા હૃદયમાં વસો છો.  

💐 પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે 💐

તમારૂ જીવન અમારી પ્રેરણા, તમારા કાર્યો અમારું ભવિષ્ય તથા 
તમારી શકિત અમારું જીવન બની જશે. અમારા અશ્રુની ધારા 
તમારા ચરણે અર્પણ કરીએ છીએ. ભુલાઇ જશે બધુ પણ તમો 
કદી ભુલાશો નહીં આપની પ્રેરણાના ફૂલો કદી કરમાશે નહીં. 
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.🙏

શ્રદ્ધાંજલિ શાયરી

જીવનભર ઝઝુમી અમૃત અન્યને પાયું, જીવન એવું જીવ્યા કે મૃત્યુ પણ શરમાઈ ગયું. 

આપના ઉચ્ચ આશિર્વાદ સાત્વિક ગુણો અને અમુલ્ય જીવનના મુલ્યો અમારા પંથને સદાય પ્રેરણારૂપી પ્રકાશ પાથરી ઉજ્જવળ બનાવે એવી શ્રદ્ધાંજલિ...🌷

જે વ્યક્તિ ની ગેરહાજરી જ ન વિચારી 
શકાય એવી વ્યકિતના અવસાનના 
સમાચાર સાંભળી હદય બે ધબકાર 
ચૂકી જાય, મગજ સુન્ન થઇ જાય અને 
ઈશ્વર ઊપરની આસ્થા ડગી જાય... 
ત્યારે સમજવું કે કોઈ જાંબાઝ વ્યકિત 
આ દુનિયાને અલવિદા કહી ચાલ્યાં ગયા...🌸

હમ આપકે ઓર આપકે પરિવાર કે લિએ પર્થના કરેંગે,
નિયતિ કે આગે કિસીકી નહિ ચલી હૈ,
ઇસ બાર ઉસને એક દિવ્યાત્મા કો અપને ચરણ મેં શરણ દી હૈ,
💐ઉસ દિવ્યંગત આત્મા કો મોક્ષ પ્રાપ્ત હો💐

શ્રદ્ધાંજલિ શાયરી
શ્રદ્ધાંજલિ શાયરી

આપની હૈયાતી અમારી હુંફ અને પ્રેરણા હતી, આપ 
અમારા માર્ગદર્શક હતા, સદેહે આપ અમારી વચ્ચે 
નથી પરંતુ આત્માથી સદાય સમીપ છો, પ્રભુ આપના 
દિવ્યશાળી આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...🙏

તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હદયમાં 
તમારા કર્મોની સુવાસ જીવંત છે અમારા શ્વાસમાં 
સદેહ તમે નથી એ સચ્ચાઇ છે. પણ અસ્તિત્વમાં તમે છો 
અને હંમેશા રહેશો એ વિસ્વાસ છે 
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના સહ. 
🙏 ૐ શાંતિ... ૐ શાંતિ... 🙏

તમે જોયું હશે કે જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે લોકો સોશિયલ મીડિયામાં Status મુકતા હોય અને નીચે RIP લખે છે તેનું ઇંગલિશ માં ફુલ ફોર્મ તો Rest in Peace થાય છે. પણ તમે તેનો ગુજરાતીમાં શું મતલબ થાય છે તે જોવા માટે RIP Meaning in Gujarati પોસ્ટ જોય શકો છો.

આ પણ જુઓ:- 

શ્રદ્ધાંજલિ Status

શ્રદ્ધાંજલિ મેસેજ અને સંદેશ માટે નીચે એક સુંદર વિડિઓ આપેલ છે. જેમાં Gujarati Shradhanjali Messages અને Death Shradhanjali SMS in Gujarati છે. સાથે જ shradhanjali quotes in gujarati પણ આપેલ જે તમને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરવા માં મદદરૂપ થશે.


જો મિત્રો તમને અમારી આ Death Shradhanjali Message in Gujarati  પોસ્ટ પસંદ આવી હોય તો નીચે comment માં લખજો. અને હા આવી અવનવી પોસ્ટનો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.

Raj Kagadiya

Hello! Myself Raj Kagadiya, I'm the founder of jaduikahaniya.com. I have been writing blogs since 2019 on blogger.com. I started this website to provide Quotes, Wishes, Suvichar, Shayari, Status, SMS, Images, and more.

5 Comments

  1. Thanks for this Shradhanjali Message in Gujarati

    ReplyDelete
  2. ગુજરાતી માટે પોસ્ટ લખી છે એ એક ખૂબ જ સરસ કામ કર્યું છે તમે🙏

    ReplyDelete
  3. 🙏🙏 બહુ જ સરસ 🙏🙏

    ReplyDelete
Post a Comment
Previous Post Next Post